વાલિયાના વટારીયા નજીક ડમ્પર કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં બે યુવાનના મોત
BY Connect Gujarat25 April 2016 10:10 AM GMT
X
Connect Gujarat25 April 2016 10:10 AM GMT
કાર ચાલકે બાઈકને ટક્કર મારતા માર્ગ ઉપર પટકાયેલા બે યુવાનો પર ડમ્પર ફરી વળ્યું
વાલિયાના વટારીયા ગામ નજીક કાર-ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્ય હતા જયારે એક યુવાનને ગંભીર ઈજાઓ થવા પામી હતી
હાંસોટ તાલુકાના રાયમા ગામમાં રહેતો ૨૫ વર્ષીય વિશાલ વિનોદભાઈ વસાવા પોતાની હોન્ડા એક્ષ્ટ્રીમ મોટર સાયકલ લઇ પોતાના મિત્રો અજય વેચાનભાઈ વસાવા રહેવાસી રાયમા અને વાલીયા તાલુકાના રાજપરના જયેન્દ્ર ગુલાબભાઈ ગામીત સાથે અંકલેશ્વરથી વાલીયા તરફ જઈ રહ્યો હતો તે વેળાએ વટારીયા ગામના સીએનજી પંપ નજીક વાલીયા તરફથી વેગનઆર કાર નો ચાલક પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન કારનું ટાયર અચાનક ફાટતા કાર ચાલકે સામેથી આવી રહેલા બાઈક સવાર યુવાનોને ટક્કર મારતા ત્રણે યુવાનો માર્ગ પર પટકાયા હતા તે અરસામાં સામેથી આવતા ડમ્પર ની અડફેટે આવી જતા વિશાલ વસાવા અને જયેન્દ્ર ગામીત પર ડમ્પરના ટાયર ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે બાઈક પાછળ બેઠેલા અજય વસાવાને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે વાલીયા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગેનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story