વાલિયાના વાગલખોડ પાસે બે બાઇક ભટકાતા ૩ ના મોત : ૧ ઘાયલ

New Update
વાલિયાના વાગલખોડ પાસે બે બાઇક ભટકાતા ૩ ના મોત : ૧ ઘાયલ

અકસ્માતમાં એક બાળક સહિત કુલ ત્રણના મોત, એક મહિલા ઘાયલ થતા સારવાર હેઠળ

વાલિયા-નેત્રંગ રોડના વાગલખોડ અને ભીલોડ વચ્ચેના રોડ ઉપર બે બાઇક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં એક બાળક સહિત કુલ ત્રણ ઇસમોના મોત નીપજયા હતા. જયારે એક મહિલાને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વાલિયા-નેત્રંગ રોડ પરના વાગલખોડ અને ભીલોડ ગામ વચ્ચેના રોડ ઉપર તા.૨૬મીની સાંજે ૭.૩૦ કલાકની આસપાસ પેશન પ્રો બાઇક નં.GJ-16-AL- 8051 અને સ્પલેન્ડર બાઇક નં.GJ - 22 - A – 0779 પુરઝડપે એકબીજા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ભાટપોરના નદી ફળીયામાં રહેતા ૩૦ વર્ષીય નિલેશ કાનજી વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે બાઇક પાછળ સવાર પાર્વતીબેન નિલેશ વસાવાને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડાઇ હતી.

publive-image

બે બાઇક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાંકડીઆંબા ગામના રહેવાસી ૩૨ વર્ષીય નરેશ જયસિંહ વસાવા અને તેમનો ૯ વર્ષીય માસુમ પુત્ર નેહલ વસાવા પણ ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ ફાની દુનિયાને અલવિદા કહી ગયા હતા. અકસ્માતના પગલે એકત્રીત લોકોમાં ગમગીની છવાઇ હતી. આ ઘટનાની જાણ વાલિયા પોલીસને કરાતા પોલીસે આશુબેન કાનજી વસાવાની ફરીયાદ નોંધી મૃતકોની લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories