વાલિયા:૧૫ લાખની દલાલી મુદ્દે ઝેરીદવા પીવડાવી જમીન દલાલની કરાઇ હત્યા

New Update
વાલિયા:૧૫ લાખની દલાલી મુદ્દે ઝેરીદવા પીવડાવી જમીન દલાલની કરાઇ હત્યા

પોલીસે કેમીકલ ચોર તથાતેના સાગરીતોને ઝડપી પાડવા હાથધરી કવાયત

સુરતના વરાછા રોડ ઉપર રહેતા જમીન દલાલ ઉઘરાણીએ આવતા રૂપિયા ના આપવા પડે એટલે તેને ઝેરી દવા પીવડાવી મારમારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બનતા પોલીસે હત્યાને અંજામ આપનાર ૪ ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

સુરતના વરાછા રોડ પર રહેતાં કનુભાઇ જેરામભાઇ રાદડીયા(૫૦)ડાયમંડ શરણ ટ્રેડિંગની સાથે જમીન દલાલીનો વ્યવસાય કરતાં હતાં. તેમને જમીનના વેચાણની દલાલી પેટે વાલીયાની સીલુડી ચોકડી વિસ્તારમાં રહેતાં અને કેમિકલ ચોરીના ગુનામાં સંડોવાયેલાં ઉપીન ડોડીયા પાસેથી ૧૫ લાખ રૂપિયા લેવાના નીકળતાં હતાં. જેના કારણે ઉપિન ડોડિયાએ તેના સાગરિતો સાથે મળી કનુભાઈને બળજબરીથી ઝેરી દવા પીવડાવી અને માથામાં લોખંડનો દસ્તો મારી કરપીણ હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. હાલ તો પોલીસે કેમિકલ ચોર ઉપીન દોડીયા તથા તેના સાગરિતો સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories