/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/vlcsnap-4222-05-05-13h07m20s775.png)
ફી રેગ્યુલેટલી કમિટીની અમલવારી નહીં થતાં કોંગ્રેસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંગ રાજપુતની અધ્યક્ષતામાં આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાયી હતી. જેમાં રાજ્યામાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીની ભલામણ મુજબની જોગવાઈઓની અમલવારી નહીં થતી હોવાના મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. અને જો શાળાઓ દ્વારા મનમાની જારી રાખવામાં આવશે તો કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આગામી દિવસોમાં આંદોલન છેડવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.
રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા ફી સંદર્ભે મનમાની કરી વધુ પડતી ફી ઉઘરાવવામાં આવી રહી છે. જેને લઈને રાજ્ય સરકારે ફી રેગ્યુલેટરી કમિટી પણ બનાવી છે. પરંતુ તેની અમલવારી રાજ્યમાં નહીં થતી હોવાના આક્ષેપ સાથે આજે રાજકોટમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે મીડિયા સાથેની વાતચીતમાં ગુલાબસિંગ રાજપુતે જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 70 ટકા શાળાઓ ફી રેગ્યુલેટરી કમિટીનું પાલન નહીં કરી લૂંટફાટ ચલાવી રહી છે. જે વાલીઓએ ફી નથી ભરી તેમના બાળકોને શાળા દ્વારા અભ્યાસ કરાવવાને બદલે લાઈબ્રેરીમાં બેસાડી રાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
આ તબક્કે કોંગ્રેસ દ્વારા એખ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યો છે. 9624000073 હેલ્પલાઈન નંબર ઉપર વાલીઓ ફરિયાદ કરી શકે છે. જો આગામી સમયમાં ફી રેગ્યુલેટરી કમિટીની યોગ્ય અમલવારી નહીં થાય તો કોંગ્રેસ અને એનએસયુઆઈ સાથે મળીને આંદોલન કરશે તેવી પણ જાહેરાત કરી હતી.