સંજેલી તાલુકા પંચાયતના APO દાહોદ ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા

New Update
સંજેલી તાલુકા પંચાયતના APO દાહોદ ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયતમાં એક જાગૃત નાગરીક પાસેથી એપીઓ દ્વારા કામના અર્થે રૂ. 5000 ની માંગણી કરતા અગાઉ 2000 લઇ નાગરીક દ્વારા બીજા હપ્તાનાં 3000 લેતા દાહોદ એસીબી નાં રંગેહાથે સ્વીકારતા ઝડપાઇ જતા દાહોદ જિલ્લાના સરકારી બાબુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ કામના ફરીયાદીના પિતાના નામનો સિંચાઈ કુવો સરકાર તરફથી મંજૂર થયેલ છે. જે કુવો બનાવવા માટેની વહીવટી મંજૂરી આપવાના કાગળો ટી.ડી.ઓ. તરફ મોકલવા માટે નોંધ મૂકી, હુકમ તૈયાર કરવાના કામ માટે આ કામના આરોપી રતનસીહ રસુભાઈ ડામોર બીનવર્ગીય મદદનીશ પ્રોગ્રામ અધિકારી તાલુકા પંચાયત કચેરી, સંજેલી જી.દાહોદ રહે. ડુગરી ફળીયા,ઉકરડી રોડ, દેલસર, દાહોદનાં એ રૂપિયા ૫,૦૦૦/- લાંચ પેટે માગેલ હતા,જેમાં અગાઉ રૂ.૨૦૦૦/- આપ્યા હતા. આજરોજ બાકીના રૂ.૩૦૦૦/- આપવાનો વાયદો કર્યો હતો, જે નાણા ફરિયાદી નહીં આપવા માગતા હોઈ તેઓની ફરીયાદ આધારે આજરોજ એસીબીએ ગોઠવેલ લાંચના છટકામા આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી રૂા.૩,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારતા દાહોદ એસીબીનાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા.

Latest Stories