સાવલી: સાંઇ હોસ્પીટ્લમાં મળેલ બાળકી અંગે સર્જાયો વિવાદ  

New Update
સાવલી: સાંઇ હોસ્પીટ્લમાં મળેલ બાળકી અંગે સર્જાયો વિવાદ  

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં *"બેટી બચાવો બેટી પઢાવો"* ના સૂત્ર સાથે જનજાગૃતિના અનેક કાર્યક્રમ ચલાવાઈ રહ્યા છે જ્યારે વડોદરા જિલ્લાના સાવલી માં આવેલ નામાંકિત ખાનગી સાંઈ હોસ્પિટલમાં બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્રોની વિરોધી કહાની સામે આવેલ છે.

ગત તારીખ 12 મી ફેબ્રુઆરીના રોજ સાવલી નગરમાં ખાનગી સાંઈ હોસ્પિટલ ની અગાસી ઉપરથી નવજાત શિશુ મળ્યાની કહાની એ સાવલી નગરમા ચર્ચા એ જોર પકડ્યુ હતુ ગ્રામજનો અને સાવલી પોલીસે માહીતી મેળવવા દવાખાને પહોંચી સંચાલકનો સંપર્ક કરાયો હતો ત્યારે તેઓએ આ અંગે દવાખાના ના પાછળના ભાગે અગાસી પરથી અજાણ્યું નવજાત શિશુ (બાળકી) બિનવારસી મળી આવી છે તેવી જાણ હોસ્પિટલમાં ફરજબજાવતી સ્વીપર મહિલાકર્મચારી એ જોતા દવાખાના ના સંચાલક મેડમ ને જાણ કરી હતી.

આ દવાખાનામાં સારવાર કરી વડોદરા સ્થિત કોઈક એન.જી.ઓ ચાઇલ્ડ લાઈફ કેર જેવી સંસ્થા વડોદરા ને સંપર્ક કરી બોલાવ્યા હતા જેઓ જીવિત ત્યજી દિધેલ બાળકી કે જે અધૂરા માસે જન્મેલા અપરિપક્વ હોવા થી વડોદરા વધુ સારવાર અર્થે લઈ ગયા નુ રટણ રટી સાંઈ હોસ્પીટલ ના સંચાલકે જાણવ્યુ હતુ પરંતુ આ નવજાત ત્યજી દીધેલ બાળકી હોસ્પિટલ ની અગાસી પર કઈ રીતે આવી અને બાળકી ને જન્મ આપનાર માતા કોણ છે? જેવા અનેક પ્રશ્નો ઊભા થયા હતા પરંતુ મગ નુ નામ મરી ના પાડતા સાંઈ હોસ્પીટલના સંચાલક યોગીના રાંભીયા એ પોતાની હોસ્પીટલમા આવી કોઈ પ્રસુતિ કે બાળક ને કોણ મુકી ગયુ તે અમે જાણતા નથી કોઈક અજાણી સ્ત્રી દ્વારા જન્મ આપી અમારી હોસ્પીટલની અગાસીમા ત્યજી દઈ ફરાર થઈ ગઈ હોવાનુ જણાવ્યુ હતુ.

જ્યારે સંસ્થા દ્વારા સાવલી પોલીસને જાણ કરતા સાવલી પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરી હતી જેવા માં પોલીસ તપાસ કરે એ પહેલા સાવલીની મીડિયા દ્વારા જે હોસ્પિટલમાં ત્યજી દીધેલી બાળકી કોની છે અને હોસ્પિટલ માં કોણ લાવ્યું તેની તપાસ માં સાવલીની મીડિયા એ અહેમ ભૂમિકા ભજવી હવામા બચકા ભરતી સાવલી પોલીસ નો સંપૂર્ણ વિગત આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને મીડિયા એ આપેલ માહિતીના આધારે માતા અને બાળકીની માતા સાથે આવેલ આશા વર્કર બહેન ને પણ પોલીસનું તેડું આવતા માતા આસા વર્કર બહેન તેમજ એક મદદગારને દ્વારા સખ્તાઈથી પૂછપરછ કરતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો કે સાવલી ના મેવલી ગામે રહેતી એક પરણીત મહિલા ને પેટમાં દુખાવો ઉપડતા મહિલા ના પિતા દ્વારા ગામમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા મંજુલાબેન નો સંપર્ક સાધ્યો હતો. મંજુલાબેન દ્વારા સાવલીની સાંઈ હોસ્પિટલમા સારવાર અર્થે લાવ્યા હતા. અને તબીબ દ્વારા તપાસ કરતાં તેઓને પ્રસુતિની પીડા હોય તેઓની અધૂરા માસે પ્રસુતિ થઈ હતી જેથી સાઈ હોસ્પિટલ ના સંચાલક દ્વારા જે પોતાની હોસ્પિટલની અગાસી ઉપર ત્યજી દીધેલી બાળકી મળી આવી છે જે વાત તદ્દન ખોટી સાબિત થઈ હતી.

બાળકીને કોઈ જ ત્યજી દીધેલ ન હતી પરંતુ સાંઈ હોસ્પિટલ માં જ તેની પ્રસુતિ કરાવી હતી અને છેલ્લા 3 વરસ થી પરણીત મહિલા પોતાના પિતાના જ ઘરે રહતી હોય અને તેઓ ને ગર્ભ હોવાનું જણાતા પિતા ડઘાઈ ગયા હતા અને હોસ્પિટલ ના સત્તાધીશો ને આ બાબત ની જાણ કરતા અને ઈજ્જત ખરડાઈ જવાના ભય એ સાંઈ હોસ્પિટલ ના સંચાલક ડો.યોગીના રાંભિયા ને સઘળી માહિતી જાણવી હતી અને આ બાળક અમારે નથી જોતું તેવી આપવીતી જણાવી હતી જેથી આ બાળક ને વડોદરા ની એન જી ઓ ને અંધારા માં રાખી આ બાળક કોઈ વ્યકિત હોસ્પીટલ ની અગાશી પર ત્યજી દઈ ભાગી ગયું હોવાનો પ્રિપ્લાન બનાવી આખા ખેલ ને પૂરો પાડયો હતો જે પ્રસુતી નુ કોઈ પ્રકારનું રજીસ્ટ્રેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું ન હતું જેની પણ હકીકત સામે આવવા પામી હતી સાંઈ હોસ્પિટલના સંચાલક એ પોલીસ ફરિયાદમાં પણ એવું જણાવ્યું હતું કે આ બાળકી બિનવારસી અમારી હોસ્પિટલના અગાસી પરથી મળી આવેલ છે એવી માહિતી ખોટી પોલીસને આપી હતી આ ખોટી માહિતી આપવાનું અને પ્રસૂતિ પોતાની જ હોસ્પિટલમાં કરાવી હોય છતાં પણ ઑફ રેકોર્ડ પર રાખી પોલીસ ને ગેરમાર્ગે દોરી હતી.

સાવલી નગર અને તાલુકા માં છેલ્લા 3 દિવસથી ટોક ઓફ ધ ટાઉન બનેલ ચર્ચાએ ભારે જોર પકડયું હતું સાવલી પોલીસ પાસે સંપૂર્ણ માહિતી હોવા છતાં પણ પોલીસની ભૂમિકા અતિ શંકાસ્પદ રહી હતી ગુનેગારોના મૂળ સુધી પહોંચવાના બદલે ઢાંક પીછોડો કરતી પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે કારણકે પોલીસ પાસે સંપૂર્ણ માહિતી મીડિયા દ્વારા પહોંચાડવામાં આવેલ હોય છતાં પણ ગુનેગારોને છાવરતી સાવલી પોલીસ ક્યારે સુધરશે? એ બહુજ મોટો પ્રશ્ન છે સાવલી પોલીસ જો આ સંપુણઁ બાબતે તટસ્થ પણે તપાસ કરે તો ઘણું બધું બહાર આવે તેમ છે સાંઈ હોસ્પિટલ દ્વારા જે બાળકી બિનવારસી કહી એન જી ઓ ને સોંપવામાં આવી છે તે એનજીઓએ પણ માતાની હયાતીમાં જ આ બાળક નો કબજો મેળવ્યો હતો ત્યારે માતા હાજર હોય તો સંસ્થા દ્વારા તેને કેવી રીતે પોતાના કબ્જા માં લઇ શકાઈ તે પણ એક મોટો પ્રશ્ન છે તેની પ્રોસેસ ઘણી લાંબી છે પરંતુ એનજીઓ સંચાલક પણ જાણતા હોય કે માતા હયાત છે અને હોસ્પિટલ માં છે છતાં પણ ત્યજી દીધેલ બાળકી જાહેર કરી તેનો કબ્જો મેળવ્યો હતો જેની જાણ સાવલી પોલીસને પણ કરવામાં આવી ન હતી જેથી એન જી ઓ સામે પણ શંકા ની સોય તકાઈ તેમાં નવાઈ નથી.

Latest Stories