New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/6-4.jpg)
સુરત અડાજણ એલપી સવાણી રોડ ખાતે આજ રોજ એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી. સુરત ખાતે આવેલ કે પી સંઘવીની એમ્બ્યુલન્સ GJ-5 AT 9309 નંબરની CNG ઑમ્ની ગાડી દર્દીને લેવા જઈ રહી હતી.
તે દરમિયાન એલપી સવાણી રોડ પર ગાડીમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આગ લાગવાની સાથે ચાલક ગાડીથી નીચે ઉતરી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરાતા, ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ફાયરવિભાગની ગાડી આવે તે પહેલા ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. જયારે આગને લઈને કોઈ જાનહાની ન થઈ હતી.
Latest Stories