New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/01_1549458930.jpg)
સુરતશહેરના કતારગામ વોર્ડ નંબર 8ના કાઉન્સિલર જયંતિભાઈ ડાહ્યાભાઈ ભંડેરી 50 હજારની લાંચ લેતા ઝડપાયા છે. જયંતિ ભંડેરીએ ડોક્ટરના બાંધકામ માટે લાંચ માંગી હતી. તબીબે રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રૂદ્ર ક્લિનિક નામથી દવાખાનું ચાલુ કરેલ હતું. આ સોસાયટી રેસીડેન્સીયલ સોસાયટી હોય તે સોસાયટીમાં કોમર્સીયલ ઉપયોગ માટે દવાખાનું ચાલવા દેવા અને દવાખાનાનું શટર એસ.એમ.સી.ના અધિકારીઓ મારફતે કઢાવવાની કાર્યવાહી નહી કરવા તેમજ અન્ય કોઇ રીતે હેરાનગતી નહી કરવા માટે રૂપિયા પચાસ હજારની રકમની માંગણી કરી હતી.
એ.સી.બી.એ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની માંગણી કરી પોતાની પાસેના હાથ રૂમાલમાં લાંચની રકમ મુકાવી સ્વીકારી પોતાના પેન્ટના ખીસ્સામાં મુકી સ્વીકારી પકડાય જઇ ગુનો કર્યો હતો.
Latest Stories