સુરત : થાઈ સ્પા ગર્લની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો પોલીસે કોની કરી ધરપકડ..!

New Update
સુરત : થાઈ સ્પા ગર્લની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો પોલીસે કોની કરી ધરપકડ..!

સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાંથી થાઈ સ્પા ગર્લનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા છેલ્લા એક સપ્તાહથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં મૃતક યુવતી વનિડાની મિત્ર એડાએ જ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગત તા. 6 સપ્ટેમ્બરના રોજ મગદલ્લા વિસ્તારના ભૈયા સ્ટ્રીટના એક મકાનના પહેલા માળે રૂમમાં થાઈલેન્ડની વનિડા બુસોર્ન નામની યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ સહિત એકસપર્ટ ટીમની મદદ પણ લેવામાં આવી હતી. તે દરમ્યાન પોલીસને મહત્વની કડી મળી હતી. જેમાં પોલીસને નજીકમાં રહેતી વનિડાની મિત્ર એડાની ગતિવિધિ શંકમંદ જણાઈ હતી. જોકે એડાએ પૂછપરછ દરમ્યાન ખોટી સ્ટોરી ઉભી કરી હતી, અને આ ઘટનામાં તેની સંડોવણી ન હોવાનું જણાવ્યુ હતું. જોકે પોલીસને એડાના ઘરેથી વનિડાની સોનાની ચેઈન અને મોબાઈલ મળી આવ્યો હતો. ઉપરાંત વનિડાના રૂમના દરવાજાને લોક મારવામાં આવ્યું હતું અને તેની ચાવી આરોપી મહિલા એડાના ઘરે સંતાડવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરાતા આરોપી મહિલા એડા રાત્રે વનિડાના ઘરે ગઈ હતી. ત્યાર બાદમાં હુક્કો અને ડ્રિંક્સ પણ કર્યું હતું, ત્યારે વધુ નશો થઈ જવાથી વનિડાનું ધાબળા અને તકિયા વડે મોઢું દબાવી હત્યા કરી હતી. ઉપરાંત રૂમમાં જ લાઈટર વડે આગ ચાંપી દીધી હતી. જોકે એડાને રૂપિયાની જરૂર હોવાથી વનિડાની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ કર્યું હતું.

Latest Stories