સુરત : પીપલોદ વિસ્તારમાં નાઈટ બજારમાં થઇ મારામારી

New Update
સુરત : પીપલોદ વિસ્તારમાં નાઈટ બજારમાં થઇ મારામારી

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પરોઠા અને સેવનકિંગની દુકાનના માલિકો વચ્ચે ખુરશી મુકવાની બાબતે માથાકૂટ થતા બે જૂથોના માણસો એકબીજા પર ખુરશીઓ મારવા લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી.

સુરત પીપલોદના નાઈટ બજાર બે ખુરશી મુકવા બબાલમાં બોલાચાલી થતા દુકાનદારો મારામારી પર ઉતરી આવતા જેને પગલે જમવા માટે આવેલા ગ્રાહકોએ પણ જીવ બચાવીને ભાગવાની નોબત આવી હતી. ઘટનાને પગલે ઉમરા પોલીસ દોડી આવતા આસામાજિક તત્વો ભાગી જતા પોલીસે કેટલાક તત્વોને પકડી લીધા હતા. આખી ઘટનામાં નાઈટ બજારના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. ઉમરા પોલીસ જો સીસીટીવી કેમેરાની તપાસ કરાવે તો ચોકાવનારી હકીકતો સામે આવી શકે છે. હાલમાં આઠ જણાને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે પ્લાઝામાં મારામારી બાદ ઉમરા પોલીસે દુકાનો બંધ કરાવી વધુ તાપસ હાથ ધરી છે.

જયારે સરકારે 24 કલાક રેસ્ટોરન્ટ,દુકાનો ચાલુરાખવા જાહેરાત કર્યા બાદ નાઈટ બાજરની મારામારી દ્ર્શય સામે આવતા રાત્રી દરમિયાન આવા અસામાજિક તત્વ પર કાબૂ મેળવો જરૂરી છે

Latest Stories