/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/27182240/maxresdefault-323.jpg)
સુરતના પીપોદરા
વિસ્તારમાં આવેલી એક યાર્ન કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની ઘાટનામાં
સુરત સહિત કામરેજના ત્રણથી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી
હતી.
સુરતના જિલ્લાના પીપોદરા ગામે નેશનલ હાઈવે નજીક આવેલી
અને
દોરા બનાવતી માઈક્રોન
યાર્ન કંપનીમાં અચાનક શોર્ટ સર્કીટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને
કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના પહેલા માળે રહેલા કામદારોને
હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. જોતજોતામાં આગ આખી કંપનીમાં પ્રસરી ગઈ હતી. સુરત, કામરેજ અને આઈઆરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી
આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કામદારોએ પણ કંપનીમાંથી બચાવી શકાય તેટલો
યાર્નનો જથ્થો બચાવી લીધો હતો. પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં
કંપનીને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.