સુરત : બે યુવકો વચ્ચે ઉંઘવા બાબતે થયો ઝગડો, પછી જુઓ શું આવ્યું પરીણામ

New Update
સુરત : બે યુવકો વચ્ચે ઉંઘવા બાબતે થયો ઝગડો, પછી જુઓ શું આવ્યું પરીણામ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બાકડા ઉપર ઊંઘવાના ઝગડામાં યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. યુવકને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બજરંગ રેસ્ટોરેન્ટની સામે બાકડા ઉપર ઊંઘવાના ઝગડા માં પ્રમોદ નામના યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. પ્રમોદની પત્ની,બે બાળકો વતન ઓરિસ્સા ખાતે રહે છે. પ્રમોદ થોડા દિવસ પહેલાં જ રોજગારી માટે સુરત આવ્યો છે પ્રમોદ દીપક અને કિશન સિંગ સાથે ભીડભંજન ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટીની આગળ લોખંડના બાંકડા પર સૂવા બાબતે અવાર નવાર ઝઘડો થયો હતો. ગત 31 ઓક્ટોબરે પ્રમોદ કામ પરથી આવીને બાંકડા ઉપર સુવા ગયો હતો ત્યારે બન્ને જણાએ આવીને પ્રમોદ ને કહ્યું હતું કે તું હંમેશા બાંકડા પર સૂઈ જાય છે અમને આરામ કરવા દેતો નથી એકાદ દિવસે તને આ બાંકડા પર જ સળગાવી દઈશ.

આવું કહીને બંને જણા બાજુમાં નીચે સૂઈ ગયા હતા પણ પ્રમોદને પણ થાકી ગયો હોવાથી ઊંઘી ગયો હતો અચાનક ઉમઘમાં  તેની ચામડી બળવા લાગતાં તેને ખબર પડી હતી જાગી ગયો હતો અને તેને ખબર પડી હતી કે શરીર બળવા લાગ્યું છે તેને કિશન સિંગ અને દીપક ગુપ્તાને ભાગતા જોઈ લીધા હતા તેની ચીસો  સાંભળીને આસપાસના કાપડના કારખાનામાં થી કામદારો દોડી આવ્યા હતા અને તેના શરીર પર પાણી છાંટી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભમાં પોલીસે બને આરોપી કિશન સિંગ અને દીપક ગુપ્તાની ધરપકડ કરી છ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Latest Stories