/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/01_1527683897.jpg)
સુરત મહાનગર પાલિકાની આજે સામાન્ય સભામાં મળી હતી. જેમાં જળ સંચય અભિયાનમાં અંતર્ગત ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષે આક્ષેપ કરતાં ભારે હોબાળો મચ્યો હતો. સત્તાધારી ભાજપ પર કોંગ્રેસ દ્વારા પાલ ઉમરા બ્રીજ મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. જેથી પક્ષ અને વિપક્ષ આમને સામને આવી જતાં ભારે હોબાળો મળી ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉચ્ચારેલા અપશબ્દો પરત ખેંચવાની માંગ અને સભ્યને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/02_1527683899.jpg)
મનપાની સામાન્ય સભામાં આજે માહોલ ગરમાયો હતો. જળસંચય અભિયાનમાં ભ્રષ્ટાચાર થયાના મુદ્દે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. અને મેયર શરમ કરો તેવું ઉચ્ચારણ કરાતાં કોંગ્રેસના કોર્પોરેટ ભુપેન્દ્ર સોલંકીએ કર્યું હતું. જેથી મેયરને અપશબ્દોનો પ્રયોગ કરાતા ભાજપના કોર્પોરેટરોએ ભુપેન્દ્ર સોલંકીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. અને ભાજપની મહિલા કોર્પોરેટર પણ લાંચ કાંડમાં સપડાયાના સામાન્ય સભામાં સવાલો પુછાતા માહોલ આજે ગરમ રહ્યો હતો.