સુરત :  લાજપોર જેલમાં હત્યાના ગુનાના કેદીને પોલીસે માર મરાયાનો પરિવારે કર્યો આક્ષેપ

New Update
સુરત :  લાજપોર જેલમાં હત્યાના ગુનાના કેદીને પોલીસે માર મરાયાનો પરિવારે કર્યો આક્ષેપ

સુરત લાજપોર જેલમાં હત્યાના ગુનાના કેદીને પોલીસે માર મારવાનો આરોપ પરિવારે કર્યો છે. હાલમાં આરોપી કેદીને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની મળતી વિગતા અનુસાર સુરતની લાજપોર જેલમાં હત્યાના ગુનામાં બંધ આરોપી વિશાલ ગોરખવાઘ નામના આરોપીના પરિવાર સંબંધી કવિતાબેન વાઘે એવો આરોપ લગાવ્યો છે કે વિશાલને ખોટી રીતે ચારથી પાંચ પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, મારા પતિ અને જીજાજી જેલમાં હત્યાના આરોપસર બંધ છે. પતિ રાકેશવાઘ જેલમાં ટિફિન લેવા ગયા હતા.ત્યારે સિપાહી દ્વારા ખોટી રીતે પગ પર દંડો માર્યો હતો. જેની ટકોર કરવા ગયેલા મારા જીજાજીને પણ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે. બપોરના ત્રણ વાગ્યાની ઘટના બની હોવા છતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા ના હતા. પોલીસના ખોટા મારને લઈ આજે આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને મળી રજુઆત કરવામાં આવશે તેમ પણ જણાવ્યુ હતું.

તો બીજી તરફ સમગ્ર ઘટના અને પરિવારના આરોપ સામે પોલીસ કર્મચારીને પૂછતા તેમણે મૌન ધારણ કર્યું હતું.જેથી પોલીસની કામગીરી પર ગંભીર સાવલ ઉઠવા પામ્યા છે. હાલમાં તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી પરિવારે માંગ કરી છે.

Latest Stories