સુરત: વરાછામાં યુવાનની ચપ્પુના ઘા મારી જાહેરમાં હત્યા

New Update
સુરત: વરાછામાં યુવાનની ચપ્પુના ઘા મારી જાહેરમાં હત્યા

ચપ્પુના ધા મારી હત્યારાઓ ફરાર થઈ ગયા,યુવકને ગળા ના ભાગે ચપ્પુના ધા મારી હત્યા કરવામાં આવી

સુરતઃ માથાભારે ભગા રબારીની હત્યાના ગુનામાં સંડોવાયેલા ચેતન પરમારની રાત્રે વરાછા રેલ્વે ટ્રેક પાસે અશોકનગરની નજીક ફુલબજારમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. કતારગામ ખાતે રહેતો ચેતન પરમાર (૩૨) બુધવારે રાત્રે પોતાની બાઇક ઉપર સવાર થઇને વરાછારોડ અશોકનગર પાસે આવેલી ફુલબજાર માંથી પસાર થતો હતો ત્યારે કેટલાક શખ્સોએ તેમને અટકાવી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાસી ગયા હતા.

જાણવા મ‌ળ્યા મુજબ મરનાર ચેતન પરમારે વર્ષ ૨૦૧૧માં અગાઉ આ વિસ્તારના માથાભારે ભગા રબારીની હત્યા કરી હતી. આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. ચેતન હાલમાં પેરોલ પર છુટ્યો હતો. ૨૫મી ડિસેમ્બરે તેના પેરોલ પૂરા થતા હતા. ચેતનની ભગા રબારીના સાગરીતોની હત્યા કરી હોવાનું પોલીસે અનુમાન કરીને પોલીસે તપાસ આદરી છે.

Latest Stories