/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/b2aebe34-b90a-4e91-b34e-22b0f2a3db83.jpg)
સુરતના કતારગામ સ્થિત લકાં વિજય ઓવરા પાસેથી આજે એક મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ કરવામાં આવતાં 15 દિવસ પહેલાં ગુમ થયેલા વેપારી મનીષ ચોકસીની હોવાની ઓળખ થઈ હતી. સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીને દેવું થઈ જતાં 15 દિવસ પહેલાં ગુમ થઈ ગયા હતા.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતાં મનિષ ચોક્સી નામનાં એક સોના ચાંદીના વેપારી 15 દિવસ પૂર્વે ઘરે સુસાઈડ નોંટ છોડીને ગુમ થઈ ગયા હતા. જે બાદ પરિવારજનોએ તેમની શોધોખોળ હાથ ધરી હતી. જે બાદ પરિવારજનોએ પોલીસને પણ આ બાબતે જાણ કરી હતી. જોરે તેમને ધંધામાં દેવું વધી જતાં લેણદારોની ઉઘરાણીથી કંટાળી જઈને ઘર છોડી દીધું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. જ્યારે લેણદારો પણ ઉઘરાણી માટે ઘરે આવતા હોવાથી ભારે ટેન્શનમાં આવી ગયા હતા. દરમિયાન આજરોજ કતારગામ વિસ્તારમાં આવેલા લંકા વિજય ઓવારા પાસેથી તેમનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં કપડાના આધારે તેમની ઓળખ થઈ હતી. જેની જાણ તેમના પરિવારજનોને થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા. હાલમાં મહિધરપુરા પોલીસે ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.