સુરતઃ કોંગ્રેસ ના કાર્યકરોએ બાળ્યું અમિત શાહનું પુતળું, કોન્સ્ટેબલ દાઝ્યો

New Update
સુરતઃ કોંગ્રેસ ના કાર્યકરોએ બાળ્યું અમિત શાહનું પુતળું, કોન્સ્ટેબલ દાઝ્યો

નોટબંધી સમયે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં જમા થયેલી માતબર રકમને લઈને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

સુરતનાં પરબત પાટીયા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં પુતાળનું દહન કરી વિરોધ દર્શાવવામં આવ્યો હતો. નોટબંધીના સમયમાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં જમા થેલા નાણાને લઈને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરોને રોકવા જતાં પુતળા દહનમાં એક કોન્સ્ટેબલ દાઝ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.

publive-image

દેશભરમાં નોટબંધી સમયે જ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં મોટી રકમ જમા થયેલી રકમને લઈે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સુરત કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા પરબત પાટીયા વિસ્તારમાં અમિતશાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમયે કોંગ્રેસનાં કાર્યકરોને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પુતળા દહન કરી રહેલા કાર્યકરોને પકડવા જતાં એક પોલીસ કોન્સ્ટેબલ દાઝી ગયો હતો. પુતળાને ઓલવવા જતાં કોન્સ્ટેબલ આગની ઝપેટમાં આવી ગયો હતો. કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કને બંધ કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

Latest Stories