સુરતઃ કોઝ-વેમાં ઉપર સેલ્ફી લેવા જતાં ચાર મિત્રો ડૂબ્યા, બે નાં મોત

New Update
સુરતઃ કોઝ-વેમાં ઉપર સેલ્ફી લેવા જતાં ચાર મિત્રો ડૂબ્યા, બે નાં મોત

નાનપુરા વિસ્તારના હબિબ શાહ મહોલ્લામાં રહેતા ચાર મિત્રો ફરવા માટે ગયા હતા

સુરતના રાંદેર પાસે આવેલા કોઝ-વે ઉપર ચાર મિત્રો ફરવા માટે ગયા હતા. ઉત્સાહમાં આવેલા યુવાનો સેલ્ફી લેવા જતાં બે મિત્રો કોઝ-વેમાં પડી ગયા હતા. જેને બચાવવા માટે બીજા બે મિત્રો પણ પડ્યા હતા. કોઝવેમાં ચારેય મિત્રો ડૂબવા લાગતાં નજીકમાંથી પસાર થઈ રહેલા લોકોની નજર પડતાં લોકોએ પણ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ફાયર બ્રિગેડને જાણ કરાતા સ્થળ ઉપર પહોંચેલા લાશ્કરો અને લોકોએ ચારેય મિત્રોને બહાર કાઢ્યા હતા.

સુરતનાં નાનપુરા વિસ્તારમાં આવેલા હબિબ શાહ મહોલ્લામાં રહેતા અને ધોરણ 8માં અભ્યાસ કરતા મહમ્મદ અસલાદ આમદ હુસૈન શેખ, મહમ્મદ ઝેડ અબ્દુલ રહિમ પાટીદાર, મહમ્મહ સોહિલ ખાન અને મહમ્મદ શેફ ખાન આજરોજ રાંદેર ખાતે આવેલા કોઝ-વે પાસે ફરવા માટે ગયા હતા. જ્યાં પહોંચ્યા બાદ યુવાનોમાં ક્રેઝી બનેલી સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કોઝ-વેના પુલ પર રહેલી દોરીના સહારે સેલ્ફી લેતાં બે મિત્રો પાણીમાં પડી ગયા હતા. બન્નેને બચાવવા માટે બાકીના બે મિત્રો પણ કોઝ-વેમાં કૂદી પડ્યા હતા.

ચારેય મિત્રો એક પછી એક પાણીમાં ડૂબી રહ્યા હતા જેમણે બચાવો બચાવોની બુમો પાડતાં ત્યાંથી પસાર થઈ રહેલા લોકોની નજર તેમના ઉપર પડી હતી. જેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરનાં જવાનો પહોંચે તે પહેલાં લોકોએ બે મિત્રોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે ફાયર બ્રિગેડે બે મિત્રોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જેમાં મહમ્મદ અસલાદ આમદ હુસૈન શેખ અને મહમ્મદ ઝેડ અબ્દુલ રહિમ પાટીદાર બેભાન હાલતમાં હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરનાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Latest Stories