New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/surat.jpg)
સુરતના સચિન વિસ્તારમાંથી અંદાજે 19 વર્ષના યુવાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી છે. ગત તારીખ 27 મે નાં રોજ અનવર નામના યુવાનની ગુમ થવાની ફરિયાદ લિંબાયત પોલિસ મથકમાં નોંધાય હતી. અનવરની હત્યા કરાયેલી હાલતમાં સચિન વિસ્તારમાંથી લાસ મળી આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/954d6972-ac26-4a89-850b-6e96e260008f-1024x768.jpg)
સુરતમાં દિવસેને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે. જેમાં મહિલા-બાળકો સહિત પુરૂષોની હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ટુંકા ગાળામાં જ વધુ એખ યુવાનની ગુ થયા બાદ હત્યા થયાનું સામે આવતાં પોલીસમાં પણ દોડધામ મચી છે. લિંબાયત વિસ્તારમાંથી ગુમ થયેલા અનવરની ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાયા બાદ મૃત હાલતમાં મળતાં પરિવારજનોને માથે આબ ફાટ્યું હતું. હાલ તો પોલીસે અનવરનાં મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories