સુરતમાં કામરેજના PI સામે બિટકોઈનના નામે ૧૪ કરોડની છેતરપિંડી કર્યાની નોંધાઈ ફરિયાદ

New Update
સુરતમાં કામરેજના PI સામે બિટકોઈનના નામે ૧૪ કરોડની છેતરપિંડી કર્યાની નોંધાઈ ફરિયાદ

બિટકોઈન અને અન્ય કરન્સીના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો

બિટકોઈન મામલે વધુ એક સુરતના PI સામે ફરિયાદ નોંધાઇ છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં કામરેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ સહિત ૬ સામે આઈટી એક્ટ હેઠળ ૧૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બિટકોઈન અને અન્ય કરન્સીના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કામરેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ એલ.બી.ડાભી સહિત ૬ લોકો સામે ૧૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરત શહેરના અને રાજ્યના રોકાણ કરનારાઓને બિટકોઇન, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંદાજીત ૧૪ કરોડ જેટલા રૂપિયાનું રોકાણ કરાવી તેઓએ પહેલેથી જ પ્લાન કરેલા ક્રિપ્ટો કરન્સી જેવી ફેક કરન્સી ઉભી કરી હતી. હાલતો સમગ્ર મામલે સરથાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Latest Stories