Connect Gujarat
ગુજરાત

સુરતમાં કેમિકલ અને જમીન દલાલીનું કામ કરતા ગુમશુદા વેપારીની લાશ મળતા ચકચાર

સુરતમાં કેમિકલ અને જમીન દલાલીનું કામ કરતા ગુમશુદા વેપારીની લાશ મળતા ચકચાર
X

જમીનના સોદામાં હત્યા કરવામાં આવી હોવાની આશંકા

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને કેમિકલ - જમીન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. નીરજ રાય નામના યુવાનની લાશ એક કોથળામાં પેક કરી કામરેજ તાલુકાના કોસમાડા નજીક મળતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી છે.

કેમીકલ અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા 44 વર્ષીય નીરજ રાયની લાશ તારીખ 28મીના રોજ કામરેજ નજીક આવેલા કોસમાડા ગામ ખાતેથી મળી આવી છે.

મર્ડર-2

જે અંગેની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. નીરજ રાયની લાશ કોથળામાં પેક કરેલ હોઇ એફએસએલની મદદ લેવામાં આવી છે. જોકે પરિવારજનોએ બબલુ અને મહોમદ બોરા નામના વ્યક્તિ પર હત્યા પાછળ શંકા વ્યક્ત કરી છે. ત્યારે તેમના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ મૃતક નીરજ રાયની 4 દિવસ પહેલા પાંડેસરા પોલીસ મથકમાં ગુમ થયા હોવાની જાહેરાત આપવામાં આવી હતી. ત્યારે 4 દિવસ બાદ તેની હત્યા કરાયેલી લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મર્ડર

મૃતકના ભાઈ શરદ રાયે મિડીયાને આપેલા નિવેદન મુજબ 44 વર્ષીય નીરજ રાય મુળ યુપી આઝમગઢના વતની છે અને હાલ પાંડેસરાના જલારામ નગર ખાતે રહેતા હતા અને દોઢ કરોડ થી વધુની પ્રોપર્ટી ધરાવતા હતા. જોકે જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલા નીરજ રાય બબલુ દીક્ષિત નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. તેમજ સાથે જમીન લે વેચનો ધંધો વિકસાવ્યો હતો. જે માટે નીરજ રાયે બબલુને 40 લાખ રૂપિયા જમીન ખરીદી માટે આપ્યા હતા. જોકે બે મહિના અગાઉ બબલુ દીક્ષિતે નીરજ રાયની મુલાકાત મોહમદ બોરા સાથે મોટા વેપારી હોવાની વાત કરી કરાવી હતી અને જમીન લે વેચનો વેપાર વધારવાની વાત થઇ હતી. દરમિયાન બબલુ દીક્ષિત અને મોહમદ બોરાએ મૃતક નીરજ રાયની દોઢ કરોડ રૂપિયાની જમીન વેપાર વૃદ્ધિ અને વેચાણ માટે બબલુ અને મોહમદના નામે કરી લીધી હતી અને બદલામાં દોઢ કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી.

જોકે ગત શુક્રવારે રૂપિયા આપવા માટે મિટીંગનું આયોજન પણ કરવામાં આવ્યુ પરંતુ મિટીંગ નિષ્ફળ રહી હતી અને ત્યારબાદ ગત રવિવારે દોઢ કરોડ રૂપિયા લેવા માટે બબલુ અને મોહમદ બોરાએ નીરજને બબલુની ઓફિસે બોલાવતા ત્યાંજ નીરજ રાયનું કાસળ કાઢી નાખી લાશને કોથળામાં પેક કરી કામરેજ નજીક આવેલ કોસમાડા ગામ નજીક એક નહેરમાં ફેંકી દેવામાં આવી હોવાના આક્ષેપો મૃતકના ભાઈએ કર્યા છે.

મૃતક નીરજ રાય પરણિત હતા અને તેમને સંતાનમાં એક 8 વર્ષીય પુત્ર આયુષ અને 13 વર્ષીય પુત્રી શ્રુષ્ટિ છે. રૂપિયાની લેતી દેતીમાં હત્યા જેવા ગંભીર ગુનો સામે આવ્યો છે ત્યારે ખટોદરા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Next Story