/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/4dd7d7f6-7729-410c-a38f-53ce795c8346.jpg)
સુરતના હજીરા વિસ્તારના બાયપાસ હાઇવે ઉપર એક ડમ્પરે એકટીવા પર જતા ૨ યુવાનોને અડફેતે લેતાં ગંભીર ઇજાઓના પગલે બંન્નેવના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
ઘટનાની મળતી વિગત અનુસાર તા.૨૬મીની મોડી રાતે સુરતના હજીરા વિસ્તારના હજીરા પોલીસ મથકની પાછળ આવેલા બાયપાસ ઉપર સુરતમાં એલ.એન્ડ ટી. અને એસ્સાર કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા સોનુ ગુપ્તા અને બીરબલ દહાયક એકટીવા ઉપર જઈ રહ્યા હતા. દરમિયાન માતેલા સાંઢની જેમ પુર ઝડપે ધસી આવેલ એક ડમ્પરે એકટીવાને ટકકર મારતા, એકટીવા પર સવાર બંન્નેવ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા.જયાં ડમ્પર બંન્નેવના શરીર ઉપર ફરી વળતા ગંભીર ઇજાઓના પગલે સોનુ ગુપ્તા અને બીરબલ દહાયકનું ઘટના સ્થળે જ કમકમાટી ભયું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ હજીરા પોલીસને કરાતા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરૂધ ગુનો નોંધી તેની શોધ આરંભી છે.