/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/5-1.jpg)
12 જયોર્તિલિંગ પૈકી ના એક સોમનાથ મહાદેવ જયોર્તિલિંગ વિશ્વભર માં હિન્દુ સંપ્રદાય નું આસ્થા નું પ્રતિક છે સોમનાથ મંદિર ખાતે આગામી તારીખ 23 ફેબ્રુઆરીએ થી 25 ફેબ્રુઆરીએ ના રોજ ત્રિદિવસીય દૃતીયદ્વ્રાદર્શ જ્યોતિલિંગ સમારોહ 2019 યોજાનાર છે આ સમારોહ ના આયોજન પૂર્વે ગુજરાત ના તમામ 33 જિલ્લા ઓમા રથયાત્રા પસાર કરવામાં આવનાર છે જે નિમિતે જામનગર જિલ્લા માં પણ બે દિવસ માટે રથયાત્રા જિલ્લા ના મુખ્ય માર્ગો પરથી પસાર થશે.
જામનગર જિલ્લાને ફાળવવામાં આવેલ વૈધનાથ જયોર્તિલિંગ રથ આગામી તારીખ 20 તારીખના જામનગર આવી પહોંચશે ત્યારબાદ આ રથ શહેર ના મુખ્યમાર્ગો પર પસાર થશે જેનું અલગ અલગ સ્થળો પર સ્વાગત અભિવાદન વિવિધ ધાર્મિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સંતો મહંતો અને રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવશે બે દિવસ જિલ્લા ના વિવિધ વિસ્તારો માં પસાર થયા બાદ આ રથ ફરી સોમનાથ ખાતે લઈ જવામાં આવશે.
દ્વૃતીયદ્વ્રાદર્શ જ્યોતિલિંગ સમારોહ 2019 ના આયોજન અંગે તેમજ જામનગર જિલ્લા માં પસાર થનાર વૈધનાથ જયોર્તિલિંગ રથયાત્રા અંગે માહિતી પૂરી પાડવા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદ માં સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા , ગૌશાળા ના મેનેજર સંજયભાઇ જોશી, ગૌશાળા ના સલાહકાર અને સામાજિક અગ્રણી ભાવેશભાઈ વેકરીયા, જામનગર જિલ્લા વિશ્વહિંદુ પરિષદ ના આધ્યક્ષ ભરતભાઇ ફળિયા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના દિનેશભાઇ વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા મંત્રી ધરમેશભાઈ ગોંદલિયા, કોશાધ્યક્ષ સૂભ્રમણ્યમ પિલ્લે, ધર્માચાર્ય સુરેશભાઇ ગોંદલિયા ઉપાધ્યક્ષ વિશાલભાઈ ખાખર સંયોજક રવિરાજસિંહ જાડેજા અને બ્રિલ્યંટ સ્કૂલ ના અશોકભાઇ ભટ્ટ દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દિનેશભાઇ એ જણાવ્યુ હતું કે જામનગર અને સોમનાથ મંદિર નો નાતો વર્ષો જૂનો છે. સોમનાથ મંદિર ના જીર્ણોધ્ધાર માં જામસાહેબ દિગ્વિજય સિંહે અમુલ્ય ફાળો આપ્યો હતો અને તેમના આ યોગદાન ને ધ્યાનમાં રાખીને જ સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારને દિગ્વિજય દ્વાર નામકારણ કરવામાં આવ્યું છે. ત્યારે સોમનાથમાં ઉજવાતાદ્વ્રાદર્શ જ્યોતિલિંગ સમારોહ માં અને તેની પૂર્વે જિલ્લા માં પસાર થનાર રથયાત્રા માં જામનગરના લોકો એ સહવિશેષ તેમનું યોગદાન આપવ્યું જોઈએ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવ્યુ હતું કે આ રથયાત્રા એ લોકો માં સામાજિક સદભાવ, માતૃત્વ ની ભાવના અને સમાજના લોકો ને એકસૂત્રતા થી બાંધી રખવાનું કાર્ય કરે છે॰
સોમનાથમાં યોજાનાર ત્રિદિવસીય મહોત્સવમાં દેશભરના સાધુસંતો હાજરી આપશે અને ધાર્મિક કર્યો માં ભાગ લેશે તેમજ જાણીતા લેખક જય વસાવડા, જાણીતા ગાયકો અનુરાધા પોંદવાલ સુભમ સંગીત ના બેતાજ બાદશાહ શ્યામલ મુનસી- સૉમિલ મુનશી અને આરતી મુનશી સહિત ના કલાકારો તેમની કલા રજુ કરશે ત્યારે જામનગર વાસીઓને પણ આ ત્રિદિવસીય મહોત્સવ માં ભાગ લેવા સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આમંત્રણ પાઠવ્યું હતું પત્રકાર પરિષદનું સંચાલન સંજયભાઇ જોશી અને ધરમેશભાઈ ગોંદલિયાએ કર્યું હતું.કાર્યક્રમ ને સફળ બનાવવા બ્રિલ્યંટ સ્કૂલ ના ભાસ્કરભાઈ જોશી બજરંગ દળ ના રાવિરાજસિંહ જાડેજા અને વિશાલભાઈ ખાખર વિગેરે એ જહેમત ઉઠાવી હતી.