હવે મહિલાઓ પણ ચલાવશે રીક્ષા! ભરૂચમાં પ્રથમવાર પિંક ઓટો રીક્ષાનું લોન્ચીંગ

New Update
હવે મહિલાઓ પણ ચલાવશે રીક્ષા! ભરૂચમાં પ્રથમવાર પિંક ઓટો રીક્ષાનું લોન્ચીંગ
  • ભરૂચમાં રોટરીકલબ ભરૂચ-નર્મદ નગરી દ્વારા વુમેન એમ્પાવરમેન્ટ પ્રોજેકટ અંતરગત પિંક ઓટો રીક્ષા નું લોંચીંગ કરાયું.

હવે સુરત બાદ ભરૂચ ખાતે પણ મહિલાઓ પણ રીક્ષા ચલાવવાનું શરૂ કરવાનો મકકમ નિર્ધાર કરતા આ મહિલાઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણા રૂપ બની છે. ભરૂચમાં રોટરી કલબ ભરૂચ નર્મદા દ્વારા વુમેન એમ્પાવરમેન્ટ પ્રોજેકટ અંતર્ગત પિંક ઓટો રીક્ષાનું ભરૂચ ખાતે લોંન્ચીંગ કરવામાં આવ્યું હતું.

રોટરી કલબ દ્વારા ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી તેના વિવિધ પ્રોજેકટ હાથ ધરી સમાજ સેવાના કાર્યો કરવામાં આવે છે. જેમાં રોટરી કલબ ભરૂચ નર્મદા નગરી દ્વારા વુમેન એમ્પાવરમેન્ટ પ્રોજેકટ હેઠળ બી.પી.એલ મહીલાઓ પાસે અરજીઓ મંગાવાઇ હતી જેમાં છ્ટણીના અંતે બે ખુબ જરૂરીયાતવાળી બહેનોની પસંદગી કરાઇ તેમને રીક્ષા શીખવાની ટ્રેનીંગ,લાઇસન્સ અપાવવા સાથે આજથી તેમને રોજગારી અર્થે પિંક રીક્ષા આપવામાં આવી હતી.

આપ્રસંગે ભરૂચ-નર્મદા નગરી રોટરીના પ્રમુખ પુનમ શેઠે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભરૂચમાં રહેતી બી.પી.એલ મહીલાઓ માંથી અમોએ પ્રારંભીક બે મહિલઓની પસંદગી કરી તેમને રીક્ષાની જોગવાઇ કરી ફંડ આપવા સાથે પાંચ મહિનાની રીક્ષા ચલાવવાની ટ્રેનીંગ અપાવી લાઇસન્સ પણ અપાવ્યું છે. આ કામમાં સરકાર દ્વારા તેમને લોનમાં પણ% સબસીડી અપાશે .આનાથી મહિલાઓ પોતાના પગભર બની પરિવારનું ભરણપોષણ સારી રીતે કરી શકે તે જ મુખ્ય ઉદ્દેસ્ય છે. આગામી દિવસોમાં પણ જે બીપીએલ મહિલાઓ છે જેમને કોઇ સહારો નથી તેવી બહેનો જો રોટરી કલબનો સંપર્ક કરશે તો અમો દ્વારા તેઓને બનતી બધી મદદ કરી રીક્ષા અપાવીશું. સાથે સાથે આજથીમહિલા દ્વારા પરથમવાર ભરૂચ શએરમાં રીક્ષા ચલાવાશેની ખુશી પણ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે રોટરી કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર સુચીર જાની, કમલેશ દંડ, પરાગ શેઠ સહિત સ્ટેટ બેંકના અધિકારી અને રોટરી કલબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories