/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-7-3.jpg)
કેશલેશ થતાઓન લાઇન ફ્રી ભરી શકશે
સુરત RTOએ દેશમાં ચાલતી કેશલેશ પ્રદ્ધતિને અપનાવી છે. સુરત RTO કચેરી હવેથી કેશલેશ બની ગઈ છે. RTOમાં રોજ નાના મોટા કામો માટે લોકો આવતા હોય છે ત્યારે RTO ની ફી ભરવા માટે લાઇનમાં કલાકો સુધી ઉભા રહી ફી ભરતા હોય છે. હવે કેશલેશ થતા સુરતીઓ ઓન લાઇન ફી ભરી શકશે.
સુરત RTOને કેશલેશ બનાવવા એક નવી સુવિધા ચાલુ કરી છે. સુરતીઓ માટે RTO કચેરી તરફથી એક અનોખી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત RTO કેશલેશ બનતા કાચુ લાઈસન્સ હોય કે પાકું કે પછી ડુપ્લીકેટ લાઈસન્સ સહિતની તમામ કામગીરીઓ માટે ઓન લાઇન પૈસા ભરી શકાશે.
સુરત સીટીનો વિસ્તાર મોટો હોવાને કારણે તેમજ સુરતમાં વાહનોની સંખ્યા દિવસે દિવસે વધવા ના કારણે RTOમાં રોજ વાહનોના દંડ ,રજિસ્ટ્રેશન તેમજ અન્ય કામો માટે આવતા લોકોને ફી ભરવા માટે સિંગલ વિન્ડો છે. જેને લઈ આવતા લોકોને લાઈનમાં ઉભા રહી પૈસા ભરતા મુશ્કેલીઓ પડે છે અને તેમનો સમય પણ વધુ બગડે છે.જેથી સુરત RTOએ લોકોને રાહત મળે એ હેતુથી આ સુવિધાનો પ્રારંભ કરાયો છે.ગુજરાત રાજ્યના તમામ RTOમાં આ સુવિધા શરૂ થવાની છે.