New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/99f23089-0156-4510-9451-bf2a54602bf2.jpg)
હાંસોટમાં મંગળવારની રાત્રે એસ.ટી. બસ સ્ટેન્ડની નજીક એક યુવાનની હત્યા કરી દેવાતાં ચકચાર મચી હતી. ઘટનાના સમાચાર વાયુવેગે હાંસોટમાં પ્રસરી જતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જોકે પોલીસે સ્થળ ઉપર પહોંચી ટોળાને વિખેરતાં પરિસ્થિતિ થાળે પાડી હતી.
હાંસોટમાં આવેલા એસ.ટી. બસસ્ટેન્ડ ખાતે મંળવારીની મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર અદનાન શૈખ નામના યુવાનની અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જોકે હત્યારા કોણ હતા અને શા કારણે યુવાનની હત્યા થઈ તે હજી જાણી શકાયું નથી. યુવાનની હત્યા થઈ હોવાની પંથકમાં જાણ થતાં લોકટોળું ઉમટી પડ્યું હતું.
જોકે પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવતાં હાલ માહોલ શાંત છે. પોલીસે હત્યારાની શોધખોળ હાધ થરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories