હૈદરાબાદ: નામપલ્લીના પર્યટક સ્થળ પર લાગી આગ, 5 ના મોત, 2ને ગંભીર ઈજા

New Update
હૈદરાબાદ: નામપલ્લીના પર્યટક સ્થળ પર લાગી આગ, 5 ના મોત, 2ને ગંભીર ઈજા

હૈદરાબાદના નામપલ્લી પર્યટક સ્થળ પર ગતરાતે ભયાનક આગ લાગી હતી. જેમાં સાત જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સાતેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના ૧૩ વાહનો આગ પર કાબૂ મેળવવાની કોશિશમાં લાગી ગયા હતા. ઓલ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશનના એક સ્ટોલ પર લાગેલી આગ જોત-જોતામાં ચારેય બાજુએ ફેલાઈ ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓએ ફાયરબ્રિગેડ વિભાગની મદદથી આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ હાથ ધર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે. જો કે પોલીસ આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરી રહી છે.

Latest Stories