New Update
પાકિસ્તાનના પ્રમુખ અને કુખ્યાત આતંકી કમાન્ડર ફઝલ ઉલ્લાહને ઠાર
અમેરિકાએ ફરી એક વખત અફઘાનિસ્તાનના પૂર્વ કુનાર પ્રાંતમાં ડ્રોન હુમલો કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના પ્રમુખ અને કુખ્યાત આતંકી કમાન્ડર ફઝલ ઉલ્લાહને ઠાર કરી દીધો છે. આ પહેલા નવેમ્બર ૨૦૧૩માં પણ અમેરિકાએ આવો જ હુમલો કરીને તબાહી-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના હાકિમુલ્લા મેહસૂદને ઠાર કરી દીધો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકા દ્વારા આ હુમલો ૧૩ જૂને કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે કમાન્ડર ફઝલ ઉલ્લાહ મરી જ ગયો છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નહતો. શુક્રવારે અમેરિકી સૈન્ય અધિકારી વોઈસ ઓફ અમેરિકા (VOA)ના કમાન્ડરે આ વાતનો ખુલાસો કર્યો છે. જેના માથે ૫ મિલિયન ડોલર એટલે કે આશરે ૩૨ કરોડનું ઈનામ હતું.
Latest Stories