/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/IMG-20180609-WA0000.jpg)
- ચુંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાટો
- પ્રમુખ, ઉપ્રમુખની ચુંટણી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાશે
જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ્રમુખની આગામી ૨૧/૦૬/૨૦૧૮ ના રોજ અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોય બાકીના અઢી વર્ષ માટેના પ્રમુખ, ઉપ્રમુખની ચુંટણી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાશે. તારીખ જાહેર થતા જ રાજકીય ગરમાટો આવવા લાગ્યો છે.
જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી ૨૦૧૫ માં યોજાઇ હતી. જેમાં ૨૨ બેઠકોમાં ભાજપા ૧૧ અને કોંગ્રેસ ૧૧ બેઠકો મળી હતી. ત્યારબાદ તાલુકા પંચાયત બેઠકની પેટા ચુંટણીમાં ભાજપે બેઠક આંચકી લેતા ભાજપા ૧૨ તથા કોંગ્રેસ ૧૦ બેઠકો થવા પામી હતી.
ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપ્રમુખના હોદ્દાની મુદત અઢી વર્ષની ૨૧/૦૬/૨૦૧૮ના રોજ પૂર્ણ થતી હોય બાકીના અઢી વર્ષ માટે પ્રમુખ, ઉપ્રમુખ માટેની ચુંટણી તારીખ ૨૦/૦૬/૨૦૧૮ ના બુધવારે યોજાશે.
જેમાં અધ્યક્ષસ્થાન પ્રાંત અધિકારી જંબુસર સંભાળશે. સદર તાલુકા પંચાયત પ્રમુખનો હોદ્દો સામાજિક અને શૈક્ષણિક રીતે બક્ષિપંચ વર્ગ માટે અનામત જાહેર કરેલ હોય બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રમુખ પદ માટે ખાનગી મંત્રણાઓ બંધ બારણે યોજાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.