/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/sddefault.jpg)
વિપક્ષે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરતાં પ્રમુખે કહ્યું, કમિટીની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે
અંકલેશ્વર શહેરમાં આવેલી નગર પાલિકા સંચાલિત ડીસ્પેન્સરીમાં સારવાર અર્થે ઘણા જરૂરીયાતમંદ આવતા હોય છે. સરકાર દ્વારા રૂપિયા ૪ કરોડના ખર્ચે આ ડિસ્પેન્સરીના નવ નિર્માણના કાર્ય માટે ગાયનેક વિભાગ તોડી પાડવામાં આવ્યો છે. બે મહિનાથી આ વિભાગ તોડી પાડવામાં આવતાં ગરીબ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.
ખાનગી હોસ્પિટલની મોઘી ફી ગરીબ દર્દીઓ ભરી શકતા નથી આથી તેઓએની હાલત કફોડી બની છે. બે મહિના પહેલાં આ વિભાગ તોડી પાડવામાં આવ્યો હતો. આમ છતાં આજદિન સુધી નવ નિર્માણનું કાર્ય શરુ થયું નથી. ત્યારે લોકહિતમાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય ભુપેન્દ્ર જાનીએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સામે આવેલી ડિસ્પેન્સરીમાં ગાયનેક વિભાગ શરુ કરવાની માંગ કરી છે.
આ તરફ નગર પાલિકા પ્રમુખનું કહેવું છે કે, ડિસ્પેન્સરી માટે પ્રથમ તબક્કામાં ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આથી આવનારા સમયમાં તેનું કામ શરુ થશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સામે આવેલી ડિસ્પેન્સરી ખાતે ગાયનેક વિભાગ શરુ કરવા માટે નગરપાલિકાની કમિટીની બેઠકમાં ચર્ચા થયા બાદ નિર્ણય લેવામાં આવશે