ફેશન શો અને ડી.જે. નાઈટના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અનેક ખિતાબથી સન્માનિત કરાયા

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એફડીડીઆઈ કોલેજ જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા કાર્યરત છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નવું એડમિશન લઈને આવેલા વિદ્યાર્થીઓને આવકારવા માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કર્યું હતું.

એફડીડીઆઈમાં અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓ ફૂટવેર, ફેશન ડિઝાઈન, રિટેઈલ માર્કેટિંગ ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવે છે. ત્યારે નવા વિદ્યાર્થીઓને આવકારવા માટે યોજાયેલી ફ્રેશર્સ પાર્ટીમાં ખાસ કેટવોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફેશન શો અને ડી.જે. નાઈટના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં ફૂટવેર ડિઝાઈનનાં વિદ્યાર્થી કલ્પક ગિત ને મિસ્ટર ફ્રેશર, ફેશન ડિઝાઈનની વિદ્યાર્થીની જૈની પટેલને મિસ ફ્રેશર તથા ફેશન ડિઝાઈનનાં વિદ્યાર્થીની શ્રધ્ધા ચૌધરીને મિસ ઈવનિંગ તથા ફેશન ડીઝાઈનના વિદ્યાર્થી મણી ગર્ગને મિસ્ટર ઈવનિંગ જાહેર કરી ખિતાબ આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here