/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/WhatsApp-Image-2018-08-26-at-4.11.03-PM.jpeg)
જીઆઇડીસી તેમજ શહેરી વિસ્તારમાં ફરીને એકત્ર કરેલા અન્નના જથ્થાને મોકલવામાં આવ્યો
અંકલેશ્વર આર.એસ.એસ દ્વારા કેરેલા પૂરપીડિતો માત્રે 1 ટ્રક ભરી અન્ન જથ્થો રવાના કર્યો હતો. આર.એસ.એસ તેમજ સેવા ભારતી અને પાંચજન્ય કલા સંસ્કારીકા વેધી દ્વારા જીઆઇડીસી તેમજ શહેર વિસ્તારમાં ફરી એકત્ર કરેલ અન્નના જથ્થાને રક્ષાબંધન પર્વના દિવસે કેરેલા ખાતે મોકલવામાં આવ્યો હતો.
કેરેલામાં આવેલા ભયાવહ પૂરમાં ભારે તારાજી સર્જાયી છે. પૂરપીડિતોને મદદ રૂપ થવા માટે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા દેશભરમાંથી જરૂરી મદદ પહોંચાડવામાં આવી રહી છે. તો કેરેલા ખાતે સેવાકીય પ્રવુતિ કરવામાં આવી રહી છે. જેમાં અંકલેશ્વર આર.એસ.એસ. દ્વારા જીઆઇડીસી તેમજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં લોકો ઘરે ઘરે ફરીને એકત્ર કરવામાં આવેલા અન્ન તેમજ કપડાંના જથ્થાને ટ્રકમાં ભરી મોકલવામાં આવ્યો હતો.
અંકલેશ્વરથી રવાના કરેલો જથ્થો કેરેલાનાં કાસરગોડ ખાતે પૂરપીડિતો માટે આર.એસ.એસ. દ્વારા ઉભા કરવામાં આવેલા ગોડાઉન ખાતે મોકલવામાં આવ્યો હતો. ટ્રકને આર.એસ.એસ.ના બળદેવભાઈ પ્રજપતિએ ફ્લેગઓફ કરી રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે આર.એસ.એસના સ્વયંસેવકો દ્વારા શ્રમયજ્ઞ યોજી જહેમત ઉઠાવી પૂરપીડિતો માટે સામગ્રી એકત્રી કરી અને મોકલી હતી.