અંકલેશ્વર:અંદાડા ગામે લુંટ પ્રકરણમાં મુદ્દા માલ સાથે વધુ ૪ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ના.પો.અધિ એલ.એ.ઝાલાની સુચનાતેમજ માર્ગદર્શન મુજબ અંકલેશ્વરના અંદાડા ખાતે થયેલ લૂંટના ૧ આરોપી ઝડપાયા બાદ ગુનામાં સંડોવાયેલા અન્ય ૪ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં અંકલેશ્વર પોલીસને સફળતા મળી છે.
પ્રાપ્ત પોલીસ માહિતિ અનુસાર આ લૂંટના ગુનામાં કામે પોલીસે અગાઉ રીયાઝ ઉર્ફે રીજ્જુ ઉર્ફે ભોલુ અબ્દુલરશીદ કરીમ બાલા ઉવ.ર૬ રહે.ભાટવાડ,સનત રાણા હોલની સામે,અંકલેશ્વર શહેર જી.ભરૂચને એલ.સી.બી.ભરૂચ પોલીસે પકડી પાડી તેની પાસે લુંટ કરેલ રોકડા રૂપિયા ૫૫.૪૦૦/- નો મુદામાલ રીકવર કર્યો હતો.ત્યારબાદ વધુ તપાસ દરમ્યાન રૂ ૧૮.૦૦૦/- નો મુદામાલ ભરૂચ ખાતે રહેતી તેની માસી રફીયા અંજીમ અબ્દુલ હમીદ સૈયદ રહે ઉંદાઇ ભરૂચનાઓને આપેલ હોવાનું આરોપીએ જણાવતા સદર મુદ્દામાલ ભરૂચ ખાતેથી રીકવર કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આ ગુનાની તપાસ ચાલુ હતી.દરમ્યાન આરોપી સહદ સીરાજઉદ્દિન ઇલ્મુદ્ધિન શેખ ઉવ.૨૦ રહે. લીમડા ફળિયુ દઢેદા ગામ તા-જગડીયા જી-ભરૂચ તથા ઇરફાન અયુબ યાસીન શેખ ઉવ.રર રહે. મસ્જીદ ફળિયુ દઢેદા ગામ તા-જગડીયા જી-ભરૂચની પુછ-પરછ દરમ્યાન આ કામના આરોપી સહદ સિરાજુદ્દીન શેખનાએ આ કામના આરોપી અર્શ અર્શુદીનને આ લુંટ કરવા માટે બોલાવેલ ત્યારબાદ આ કામના આરોપીઓ સહદ સિરાજ્દ્દીન શેખ,ઇરફાન એયુબ યાસીન શેખ બંને રહે. મસ્જીદ ફળીયુ દઢેડા તા,ઝગડીયા, અર્શુદ્દિન ઉર્ફે અર્શ કરીમંઉદ્દિન ઇલ્મુદ્રિન સૈયદ તથા અફ્જલ ગુરૂમીયા ખ્વાજા સાહેબ કુરેશીને અટક કરવામાં આવ્યા છે અને આ કામના આરોપીઓ પૈકી આરોપી અર્શુદ્દરિન પાસેથી રૂપિયા ૧.૯૨.૯૦૦/-તથા આરોપી- અફજલ પાસેથી રૂપિયા૧,૫૦.૦૦૦/- મળી કુલ રૂ.૪.૧૬.૩૦૦/- નો લુટ માં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કર્યો હતો.