/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/76660717-d6b7-4bcf-8317-1f3c46f7aee8-copy.jpg)
પોલીસે શરાબ અને હેરાફેરી માટે વપરાતા ત્રણ વાહનો પણ જપ્ત કર્યા, બુટલેગર ફરાર
અંકલેશ્વર તાલુકાનાં નવા તરીયા ગામ માંથી પોલીસે રૂપિયા 2.18 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો, અને પોલીસે શરાબની હેરાફેરી માટે વપરાતા ત્રણ વાહનો પણ જપ્ત કર્યા હતા, જોકે બુટલેગર ફરાર થઇ ગયો હતો.અંકલેશ્વર તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે નવા તરીયા ગામ ખાતે રહેતા અને વિદેશી દારૂનો વેપલો કરતા પ્રજ્ઞેશ નરેશભાઈ પટેલનાં ઘરે રેડ કરી હતી, જેમાં પોલીસને વિદેશી દારૂ અને બિયર મળીને 2136 નંગ બોટલો કિંમત રૂપિયા 2.18 લાખનો દારૂ મળી આવ્યો હતો. જ્યારે પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનાં ઉપયોગમાં લેવામાં આવતા ત્રણ વાહનો એસેન્ટ કાર, ઇકો કાર અને મારુતિ કાર મળીને 5 લાખનાં વાહનો પણ જપ્ત કર્યા હતા.
પોલીસે વિદેશી દારૂ અને ત્રણ કાર મળીને કુલ રૂપિયા 7.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જોકે બુટલેગર પ્રજ્ઞેશ પટેલ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો.