અંકલેશ્વરનાં માટીયેડ ગામની આંગણવાડીનાં બાળકોને લુપીન લી.દ્વારા શૈક્ષણિક કિટનું કરાયું વિતરણ

New Update
અંકલેશ્વરનાં માટીયેડ ગામની આંગણવાડીનાં  બાળકોને લુપીન લી.દ્વારા શૈક્ષણિક કિટનું કરાયું વિતરણ

અંકલેશ્વરમાં જીવન રક્ષક દવાનાં ઉત્પાદન સાથે અનેક સેવાકીય પ્રવૃતિઓની સુવાસ પ્રસરાવનાર લુપીન લી. દ્વારા માટીયેડ ગામ ખાતે આવેલ ચાર આંગણવાડીઓનાં બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.publive-image

અંકલેશ્વર તાલુકાનાં માટીયેડ ગામ ખાતે આવેલ ચાર આંગણવાડીનાં બાળકોને લુપીન વેલફેર ટ્રસ્ટ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત અભ્યાસમાં ઉપયોગી શૈક્ષણિક ચાર્ટ, રમકડા અને સાઈકલનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

publive-image

આ પ્રસંગે લુપીન લી.વાઇસ પ્રેસિડેન્ટ ડો.ડી.એમ.ગાંધી, DGM દિગંત છાયા, HR મેનેજર હેમંત રાણા, પ્રોજેક્ટ કોર્ડીનેટર વિનોદભાઈ વસાવા, સિનિયર એક્ઝીક્યુટીવ પીન્કીબહેન પરમાર,સહિત કામદાર સમાજના દિવ્યકાંત જોગ, અને વિજયભાઈ સોલંકી સહિત આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.