/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170902-WA0004.jpg)
દેશ વિદેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અઝહાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે.બકરી ઈદનાં પ્રસંગે સવારે મુસ્લિમ બિરાદરોએ વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી હતી, અને ત્યારબાદ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી.
મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષમાં બે ઈદની ઉજવણી કરવામાં આવે છે,જેમાં એક મીઠી ઈદ એટલે કે રમઝાન ઈદ કે જે મીઠાશ અને પ્યાર ભાઈચારાનો સંદેશ આપે છે. જયારે ઈદુલ અઝહા (બકરી ઈદ)નો તહેવાર ત્યાગ અને બલીદાનનો પર્વ છે.
મુસ્લિમ બિરાદરોને હિન્દુ સમાજના લોકો દ્વારા પણ ઈદની શુભેચ્છા પાઠવવામાં આવતા ભાઈચારો અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.