/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-64.jpg)
અંકલેશ્વરમાં વરસેલા વરસાદમાં કેટલાક ઉદ્યોગોએ વહેતા પાણીમાં પ્રદુષિત પાણી છોડી દેતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ સૌરમ્ય સોસાયટીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા, જોકે વરસાદી પાણીની સાથે ઉદ્યોગનું પ્રદુષિત પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતી.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલે વરસાદ દરમિયાન ઉદ્યોગો દ્વારા જરૂરી કાળજી રાખીને પ્રદુષિત પાણી વરસાદી પાણી સાથે ન ભળે તેવી અપીલ ઉદ્યોગકારોને કરી હતી.