/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/swine-flu-virus-contagious-health-advisory_696x400_61498545358.jpg)
વરસાદી માહોલમાં વાયરલ ઇન્ફેક્શનનાં કેસમાં પણ વધારો
અંકલેશ્વર શહેર ખાતે 42 વર્ષીય વેપારીનું સ્વાઈન ફ્લુ થી ખાનગી હોસ્પિટમાં મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે, આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનનાં દર્દીઓ થી પણ દવાખાના ઉભરાય રહ્યા છે.
અંકલેશ્વર શહેર ખાતે રહેતા એક 42 વર્ષીય વેપારીની તબિયત લથડતા તેઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, અને હોસ્પિટલ દ્વારા તેઓની બીમારી અંગે સચોટ તપાસ અર્થે સુરત લેબમાં જરૂરી રિપોર્ટનું પુથ્થકરણ કરાવવામાં આવ્યુ હતુ, જેમાં તેઓનો સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયુ હતુ, જોકે ધનિષ્ટ સારવાર બાદ પણ 42 વર્ષીય વેપારીના સ્વાસ્થ્યમાં કોઈજ સુધારો ન થતા તેઓએ હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા.
ઘટનાને પગલે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એસ. ત્રિપાઠીએ જણાવ્યુ હતુ કે અંકલેશ્વરમાં સ્વાઈન ફ્લુનો પોઝિટિવ કેસ મળી આવતા સાવચેતી અંગેની જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલમાં શરદી, ખાંસી, તાવ એટલે કે વાયરલ ઇન્ફેક્શનનાં દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, અને ખાનગી દવાખાના સહિત હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શન થી પીડાતા દર્દીઓ થી ઉભરાય રહ્યા છે.ત્યારે સ્વાઈન ફ્લુ થી દર્દીના મોતથી પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. વધુમાં અંકલેશ્વરમાં છ વર્ષીય બાળક બાદ વધુ એક દર્દીનું મોત સ્વાઈન ફ્લુ થી નિપજતા મૃત્યુ આંક બે પર પહોંચ્યો છે.