New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/56.jpg)
શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં અંકલેશ્વર મામલતદાર કચેરીમાંથી મામાલતદાર શિવાજી વાઘ,નાયબ મામલતદાર હરલેશભાઈ,પ્રાંત અધિકારી આર.કે.ભાગોરા સર ઉપસ્થિત રહ્યા હતા. મત અમૂલ્ય છે ગમે તે ચૂંટણીમાં એનું કેટલું મહત્વ છે. એ સંદર્ભે એન.એસ.એસ.ના ભાઈ-બહેનોને મતદાતાનું મહત્વ સમજાવ્યું હતું. પ્રો.ઓ.હરેશ પરીખ તથા ડો.વર્ષા પટેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થીઓએ આ મહત્વની માહિતી મેળવી અંતે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
Latest Stories