અંકલેશ્વર ખાતે “રૂપલે મઢી છે સારી રાત” નો સંગીતનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય સંગીત નાટક, અકાદમી – ગાંધીનગરના સૈજન્યથી તથા ગાના મ્યુઝીક લવર્સ ગૃપ અંકલેશ્વરના યજમાનપદે આયોજિત કે.જે.ગુજરાતી સુગમ સંગીતના સાધૂક જનાર્દન રાવલજીને સ્વરાંજલી આપતો “રૂપલે મઢી છે સારી રાત” નો કાર્યક્રમ અંકલેશ્વરની ડાયમંડ ચીલડ્રન થીયેટર ખાતે રાજ્યકક્ષાના સહકાર – રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમનું દિપપ્રગટાવી ઉદઘાટન કરતાં સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, સંગીતની હકારાત્મક અસર દરેક જીવમાત્ર પર થાય છે, એવું વિજ્ઞાન ધ્વારા સાબિત થયું છે. સંગીત ધ્વારા શાંતિ હળવાશ–પ્રસન્નતાનો ભાવ આપણે અનુભવીએ છીએ ત્યારે આ પ્રકારના કાર્યક્રમો આજના તણાવભર્યા જીવનમાં ખૂબ જ જરૂરી બની રહે છે.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="103882,103883,103884,103885"]
તેમણે ગુજરાત સરકારના યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ ધ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. એમાંય અંકલેશ્વર–વાલીયામાં થયેલા કાર્યક્રમોની વિગતો હતી. તેમણે ઉમેર્યું હતું કે, જીઆઈડીસી નોટીફાઈડ એરિયાના અસરોથી બનેલ(GANA) ગાના સંસ્થાના ઉદભવ અને સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ પુરૂં પાડી જરૂરી ટ્રેનિંગ માટેની વ્યવસ્થાનું આયોજન કર્યું છે તેને બિરદાવ્યું હતું. તેમણે ગાના મ્યુઝીક એકેડમીની થઈ રહેલી પ્રવૃત્તિઓની પણ જાણકારી આપી ગાના સંસ્થા આવનારા સમયમાં વિશાળ ફલક પર વિસ્તરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના પ્રારંભે કાર્યક્ર્મના આયોજક એવા નરેશભાઈ પૂજારાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએસનના પ્રમુખ મહેશભાઈ પટેલ,મનોજભાઈ આનંદપુરા, અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએસનના હોદ્દેદારો-સભ્યો-ગાના મ્યુઝીક એકેદમીના સભ્યો, અંકલેશ્વર નગરપાલિકાના હોદ્દેદારો, રન્ના વોરા, નિરવ ઠક્કર, આશિત પ્રજાપતિ, નિર્વેશ દવે, નીલ વ્યાસ, મિહિર પંડ્યા, ગોપન ભટ્ટ, મિતેશ ભોજક, કીર્તન ધારેખાન, દધીચિ એ. ઠાકર, આગેવાન પદાધિકારીઓ, સંગીતપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદઘાટન કાર્યક્રમ બાદ રૂપેલ મળી છે. સારી રાત સંગીતનો કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જેને સૌ સંગીતપ્રેમી નગરજનોએ માણ્યો હતો.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT