Connect Gujarat
Featured

અંકલેશ્વર : ચૌટાનાકા પર સિમેન્ટની ગુણો ભરેલી ટ્રક ખોટકાતા ટ્રાફિકજામ

અંકલેશ્વર : ચૌટાનાકા પર સિમેન્ટની ગુણો ભરેલી ટ્રક ખોટકાતા ટ્રાફિકજામ
X

અંકલેશ્વર શહેરના વાહનોથી ધમધમતા ચૌટાનાકા વિસ્તારમાં સિમેન્ટની ગુણો ભરેલી ટ્રક ખોટકાતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. ટ્રકને રસ્તા પરથી હટાવવામાં ન આવી ત્યાં સુધી ટ્રાફિકમાં અનેક વાહનચાલકો અટવાયાં હતાં.

અંકલેશ્વર શહેરના ચૌટા નાકા પર બુધવારના રોજ સવારના અરસામાં વાહનોની અવરજવર વધારે રહેતી હોય છે. ચૌટા નાકા પરથી પસાર થતી ડ્રેનેજ લાઇન લીકેજ હોવાથી નગરપાલિકા દ્વારા જનરેટર મૂકવામાં આવ્યું છે જેના કારણે ચૌટા બજારમાંથી અવરજવર કરતાં વાહનો ને હાલાકી થઇ રહી છે. આવી સ્થિતિમાં બુધવારના રોજ સવારે સિમેન્ટની ગુણો ભરેલી ટ્રક ખોટકાય જતાં રસ્તો બ્લોક થઇ ગયો હતો. ટ્રકના ડ્રાયવરે ક્રેઇન બોલાવીને ટ્રકને રોડની સાઇડ પર કરાવ્યાં બાદ ટ્રાફિક પુર્વવત થયો હતો.

Next Story