New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/unnamed-20.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી ખતેની સરદાર પટેલ પ્રાથમિક શાળાના બાળકોને નિઃશુલ્ક સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર જીઆઈડીસી સાંસ્કૃતિક મંડળ, સન રાઇઝ હેલ્પેજ ગૃપ, ભાજપ નોટી ફાઇડ એરિયા પ્રમુખ ભરત પટેલ, વજુભાઇ, જીજ્ઞેશભાઈ, ઘઢીયા બાપા, હસમુખભાઈ સહિતના દાતાઓના સહયોગ થી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે સરદાર પટેલ પ્રાથમિક શાળાના 750 વિદ્યાર્થી ઓ ને નિઃશુલ્ક સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે સેવાભાવિ અશ્વિન પુજારા, અલ્પેશ પટેલ, જગદીશભાઈ, તેજસ તેમજ મયુરભાઈ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.