New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/fb8bbebe-f797-4e63-9263-6d4a6d1a541b.jpg)
ભરૂચ એલસીબી પોલીસે શરાબ અને કાર મળીને 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર તાલુકનાં નૌગામાની સીમ માંથી કારમાં વિદેશી શરાબની ખેપ મારતા બે શખ્સોની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે અંકલેશ્વર નૌગામાની સીમમાં દરોડા પાડીને મારુતિ રિટઝ કારમાં ભરેલા વિદેશી શરાબના જથ્થા સાથે પ્રકાશ મગન વસાવા રહે માંડવા અને પિયુષ રમણ વસાવા રહે ખરચી ગામ તાલુકો ઝઘડિયાના ઓ ની ધપરકડ કરી હતી.
એલસીબી પોલીસે બંનેની ધરપકડ સાથે રૂપિયા 44000નો વિદેશી શરાબ અને રૂપિયા 2 લાખની કાર મળીને કુલ રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને આ અંગેની વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસે હાથધરી છે.