અંકલેશ્વર: પાનોલી રેમિક કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનો વાલ તૂટી જતા દોડધામ

New Update
અંકલેશ્વર: પાનોલી રેમિક કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનો વાલ તૂટી જતા દોડધામ

અંકલેશ્વર પાનોલી જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ રેમીક કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં સલ્ફ્યુરિક ગેસનો વાલ્વ તૂટી જતા દોડધામ મચી જવા પામી હતી અને સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.

જ્યારે ઘટનાની જાણ થતા પાનોલી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ઘટનાને સંપૂર્ણ રીતે કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ પહોંચવા પામી નથી. પરંતુ વારંવાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે તંત્ર આ મુદ્દા ઉપર ધ્યાન આપે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.