Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક જાહેરમાં શ્રાવણીઓ જુગાર રમતા ત્રણ ઝડપાયા

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક જાહેરમાં શ્રાવણીઓ જુગાર રમતા ત્રણ ઝડપાયા
X

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આવેલ રવિકિરણ કોમ્પલેક્ષ પાસે જાહેરમાં શ્રાવણીઓ જુગાર રમતા ત્રણ ખેલંદાજોને શહેર પોલીસે ઝડપી પાડયા હતા, અને રોકડ તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા 27000થી વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો હતો.

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીને આધારે મધ્યરાત્રીએ વાલિયા ચોકડી નજીક આવેલ રવિકિરણ કોમ્પલેક્ષમાં ચાલતા જુગાર પર રેડ કરી હતી.પોલીસના દરોડામાં જુગાર રમતા અશ્વિનીકુમાર હરચરણદાસ ગોહિલ રહે જૂની કોલોની, અંકલેશ્વર તેમજ ભીમસિંહ માનસિંહ શેઓરાન અને ભીમસિંગ જુગલાલ બગડીયા બંને રહે રવિરાજ એપાર્ટમેન્ટ, અંકલેશ્વરના ઓ ની જુગાર રમતા રંગેહાથ ધરપકડ કરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસે ત્રણેય જુગારીઓની ધરપકડ સાથે દાવ પર લાગેલા રૂપિયા 2600, અંગજડતીમાં મળેલ રૂપિયા 21850 તેમજ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 3000 મળીને કુલ રૂપિયા 27450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Next Story