અંકલેશ્વર શહેર પોલીસે અન્સાર માર્કેટ નજીકથી રૂપિયા ૬૦ હજારનો ચોરીના ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો

New Update
અંકલેશ્વર શહેર પોલીસે અન્સાર માર્કેટ નજીકથી રૂપિયા ૬૦ હજારનો ચોરીના ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો

પોલીસે ૩૦૦ કિલો ચોરીનું ભંગાર કબ્જે કરી ફરાર આરોપીની શોધ આરંભી

અંકલેશ્વર શહેર પોલીસે અન્સાર માર્કેટ નજીકથી રૂપિયા ૬૦ હજારના ચોરીનો ભંગારનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા અન્સાર માર્કેટ નજીક ઉમરવાડા જવાના રોડ પર ખુલ્લી જગ્યામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં રામ મિલન ચોધરી નામનો ઇસમ પતરા કાપી રહ્યો હયો હતો આ અંગે તેની પુછતાછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ફરાર થઇ ગયો હતો.પોલીસે રૂપિયા ૬૦ હજારની કિમતનું ૩૦૦ કિલો ચોરીનું ભંગાર કબજે કરી ફરાર આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.