અંકલેશ્વર GIDC સર્વાઇવલ ટેક્નોલોજીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

New Update
અંકલેશ્વર GIDC સર્વાઇવલ ટેક્નોલોજીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અંકલેશ્વર જીઆઇડીસીમાં બંધ હિમસન કંપનીના ગોડાઉનમાં સર્વાઇવલ ટેક્નોલોજી કંપની દ્વારા સંગ્રહ કરેલ કેમીકલ જથ્થામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.જો કે 6 જેટલા ફાયર બ્રિગેડ દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ આગમાં કેમિકલ ભરેલા ડ્રમ ફાટતા 20 થી 25 ફૂટ ઉંચી અગનજવાળા સહિત ધુમાડા જોવા મળ્યા હતા.

publive-image

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ હિમસન કંપની છેલ્લા કેટલાક વર્ષો થી બંધ હાલતમાં છે. જેના શેડમાં સર્વાઇવલ ટેક્નોલોજી કંપનીનું ગોડાઉન આવેલું છે. જેમાં કંપની દ્વારા વિવિધ કેમીકલના જથ્થાનો ડ્રમોમાં સંગ્રહ કરાયો હતો. આ ગોડાઉનમાં કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતા જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા 6 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાયટરોએ દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો. જો કે કેમિકલ ભરેલા ડ્રમ ફાટતા એક તબક્કે ત્યાં દહેશત ઉભી થઇ હતી.આ આગની ચપેટમાં આખું ગોડાઉન આવી જતા આગની જ્વાળાઓ 20 થી 25 ફૂટ ઉંચે સુધી જોવા મળી હતી.આ ઘટનાના પગલે જીઆઇડીસી પોલીસનો કાફલો દોડી આવી કંપની તરફ આવતા માર્ગને અવરજવર માટે બંધ કરાવ્યો હતો.ફાયર ફાયટરો દ્વારા બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કોઈ જાનહાની સર્જાય ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું

Latest Stories
    Read the Next Article

    હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

    ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

    New Update
    images

    ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

    19

    બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

    વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

    હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

    Latest Stories