વલસાડ : દાદરા નગર હવેલીના સેલવાસની ઝંડા ચોક સરકારી સ્કૂલમાં ધો.9ના વિદ્યાર્થીનો ધો.11ના 5 વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની ઝંડા ચોક સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ચપ્પુથી હુમલાની ચકચારી ઘટના બની હતી.

New Update
  • સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની ઘટના

  • સેલવાસની ઝંડા ચોક સરકારી સ્કૂલમાં બની ઘટના

  • વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારી બની લોહિયાળ

  • ધો.9ના વિદ્યાર્થીએ ધો.11ના પાંચ વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો

  • ચપ્પુથી હુમલો કરીને વિદ્યાર્થી થયો ફરાર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની ઝંડા ચોક સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ચપ્પુથી હુમલાની ચકચારી ઘટના બની હતી.જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ ધોરણ 11માં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓ પર ચપ્પુથી હુમલો કરીને ઈજા પહોંચાડી ફરાર થઇ ગયો હતો.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેથી ઝંડા ચોકની સરકારી સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધોરણ 11માં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ પર ચપ્પુથી ઘાતક હુમલો કર્યો હતો.આ હુમલામાં વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા,અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.હુમલા બાદ હુમલાખોર વિદ્યાર્થી સ્કૂલમાંથી ફરાર થઇ ગયો હતો.પોલીસ દ્વારા ઘટના અંગે જરૂરી કાર્યવાહી સાથે હુમલા પાછળનું કારણ  જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.   

Latest Stories