/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/2.jpg)
વર્ષ 2017-18 માટેનું અંદાજપત્ર સંસદમાં કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલીએ રજુ કર્યું હતુ, બજેટને સરકારે વિકાસલક્ષી ગણાવ્યુ હતુ.
કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલીએ સંસદમાં ચોથુ સામાન્ય બજેટ રજુ કર્યું હતુ, બજેટની આ વખતની વિશેષતા એ હતી કે 28 ફેબ્રુઆરીના બદલે 1લી ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવ્યુ હતુ, તેમજ અંગ્રેજોના શાસનથી ચાલતી રેલવે બજેટની પ્રથાને પણ કેન્દ્ર સરકારે રદ કરીને સામાન્ય બેજટ સાથેજ રજુ કર્યુ હતુ.
નાણાંમંત્રી અરુણ જેટલીએ સવારે 11 કલાકે વર્ષ 2017-18નું સામાન્ય બજેટ લોકસભામાં રજુ કર્યુ હતુ. આ બજેટમાં રેલ સેફટી ફંડ વધારવાની જાહેરાત કરી હતી. રેલવે નેટવર્ક વિસ્તરણ ની જાહેરાતની સાથે કોરી ડોર પ્લાન, ટ્રેનની ઝડપ અને રેલવે ટ્રેકના આધુનિકરણ ઉપર ભાર મુક્યો છે.
1 કરોડથી વધુની આવક પર 15 ટકાનો સરચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, જયારે રાજકીય પક્ષો 2000થી વધુ નો ફાળો રોકડમાં લઈ નહિ શકે તેવી જાહેરાત પણ કરી હતી.જયારે IRCTC પરથી ટિકિટ બુકીંગ કરાવનાર ઉપર સર્વિસ ટેક્સ માફ કરવામાં આવ્યો છે. 50 કરોડ સુધીના ટર્ન ઓવરવાળી કંપનીઓ ને ટેકસમાં 5 ટકાની છૂટ આપવામાં આવી છે. 2 કરોડ સુધીનું વેચાણ કરનાર વેપારીઓની આવક 8 ટકા ને બદલે 6 ટકા ગણવામાં આવશે.
નાણામંત્રીએ વધુમાં બજેટમાં ઝારખંડ ગુજરાતમાં એમ્સ સ્થાપવાની જાહેરાત પણ કરી હતી.ખેડૂતોનું 60 દિવસનું વ્યાજ માફ કરવામાં આવશે.રેલવે સેફટી ફંડ માટે 1 લાખ કરોડની ફાળવણીની જાહેરાત પણ કરવામાં આવી છે.જયારે રેલવે ભાડા નૂરભાડા અર્પણ યથાવત રાખવામાં આવ્યા છે.
ખેડૂતો, ગ્રામ વિકાસ, યુવકો, ગરીબો, સામાજિક સુરક્ષા, ડિજિટલ ઈકોનોમી ને પ્રોત્સાહન આપવા પ્રયાસો પણ આ બજેટમાં કરવામાં આવ્યા છે. સામાન્ય બજેટને સરકારે વિકાસલક્ષી ગણાવ્યુ હતુ.