Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ડ્રાઇવ ઇન રોડ પર આવેલી હોટલમાં વહેલી સવારે લાગી ભીષણ આગ

અમદાવાદ: ડ્રાઇવ ઇન રોડ પર આવેલી હોટલમાં વહેલી સવારે લાગી ભીષણ આગ
X

એક તરફ ગરમી તો બીજી તરફ આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદની ડ્રાઇવ ઇન રોડ પર આવેલી કન્ટ્રી ઇન હોટલમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર ટેંન્ડરોનો ૪ ગાડીઓનો કાફલો ફાયર ફાયટર સહીત ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી.

અમદાવાદના ડ્રાઇવ ઇન રોડ પર આવેલી કન્ટ્રી ઇન હોટલના રસોઇ ઘરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ આગ એટલી વિકરાળ બની હતી કે, ધુમાડાના ગોટેગોટા ઉડતા ઉંચે સુધી જોવા મળ્યા હતા.આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો ૪ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે આ ઘટનામાં આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.

Next Story